SCના જજ અને ગુજરાત HCના ચીફ જસ્ટીસના હસ્તે‘સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર’નું લોકાર્પણ

0
1041

ગાંધીનગર જિલ્લા ન્યાયાલય ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર VWDCનું નિર્માણ કરવામાં આવ્યું છે. આજરોજ આ કેન્દ્રનું સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ એમ.આર.શાહ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સુપ્રિમ કાર્ટના જજ એમ.આર.શાહે જણાવ્યું હતું કે, જેને સહન કર્યું છે, તેને ન્યાય પણ મળવો જ જોઇએ. ગુજરાત રાજ્યમાં બે વર્ષમાં 5થી 6 લાખ કેસોનો નિકાલ થયો છે.

આ સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સુપ્રિમ કોર્ટ ઓફ ઇન્ડિયાના જજ એમ.આર.શાહે વઘુમાં જણાવ્યું હતું કે, બળાત્કાર, હત્યા અને અન્ય ગુનામાં મહિલાઓ અને બાળકો સાક્ષી હોય છે, ત્યારે તેઓ પોતાની સાક્ષી તરીકેની જુબાની મુક્ત મને આપી શક્તા નથી, ભય લાગતો હોય તેવું તેમના ચહેરા પર લાગતું હોય છે. પરંતુ સુપ્રિમ કાર્ટે માર્ગદર્શનના આઘારે ગુજરાતની તમામ જિલ્લાકક્ષાની ન્યાયાલયોમાં આ પ્રકારનું સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુઘીમાં રાજ્યમાં સુરત, વડોદરા, ગોઘરા, ગાંધીનગર અને અમદાવાદ ખાતે આ પ્રકારના કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here