અંબાજી મંદિરમાં મોબાઈલ પર પ્રતિબંધ ફોટોગ્રાફી કરનારા સામે કાર્યવાહી થશે

0
277

અંબાજી મંદિરમાં મોબાઈલ પ્રતિબંધિત હોવા છતાં કેટલાક યાત્રિકો મંદિરમાં મોબાઇલ સાથે પ્રવેશતા હોવાની ફરિયાદો ઊઠી હોવાના લીધે અંબાજી મંદિરના વહીવટદારે ફરિયાદો બાદ સઘન સુરક્ષાના પીએસઆઇ અને જીઆઇએસએફના એસઓને સૂચના આપી છે. મંદિરના તમામ ગેટો પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કર્યા બાદ મંદિરમાં મોબાઈલ વિના પ્રવેશવા દેવાની સૂચના આપી છે.

અંબાજી મંદિરના ગેટ નંબર 7 અને ગેટ નંબર 9થી યાત્રિકો મોબાઇલ લઈ પ્રવેશતા હોવાની ફરિયાદો ઊઠી હોવાના લીધે અંબાજી મંદિરના તમામ ગેટ પર યાત્રિકોની યોગ્ય ચકાસણી કરવા સઘન સુરક્ષાના અધિકારીઓને તાકીદ લેવા અંબાજી મંદિરના વહીવટદારે સૂચના આપી છે. હવે પછી કોઈ યાત્રિક અંબાજી મંદિરમાં મોબાઈલ સાથે પ્રવેશી ફોટોગ્રાફી કરતા હોવાનું માલુમ પડશે તો તેના પર કાર્યવાહી થશે. અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા મંદિર પરિસરમાં મોબાઈલ પ્રતિબંધને લઈ તાકીદ લેવા અધિકારીઓને કડક સૂચના આપી છે.