અઢી વર્ષની બાળકી રમતા રમતા 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી

0
323

જામનગર તાલુકાના તમાચણ ગામે એક અઢી વર્ષની બાળકી રમતા-રમતા 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જવાની ઘટના સામે આવતા સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ તેમજ 108 એમ્બ્યુલન્સ સહિત મેડિકલ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખબર લખાય ત્યાં સુધી છેલ્લા 4 કલાકથી વધુ સમય વીતિ ગયો હોવા છતાં બાળકી હજી બોરવેલમાં જ ફસાયેલી હોવાથી ફાયરની ટીમ દ્વારા તેને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રેસ્ક્યુ ટીમને તેના હાથ દેખાતા ઓક્સિજન પણ પહોંચડવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.