અમિત શાહના ભવ્ય રોડ શો માં ગુજરાત પોલીસનો લોખંડી બંદોબસ્ત

0
166

લોકસભાની ચૂંટણીને લઈને આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ 19મી એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે બપોરે 12:39 ઉમેદવારી પત્ર ભરવાના છે. આ સાથે તેમના મતવિસ્તારમાં આવતી વિધાનસભા બેઠક સાણંદ, કલોક, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુરમાં ભવ્ય વિજય શંખનાદ સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં 6 સ્થળો પર રોડ શો યોજાવાનો છે. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે.આજે સવારે સાણંદ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભવ્ય મેગા રોડ શોની શરૂઆત થઈ ગઈ છે. સાણંદના રોડ શોની વાત કરવામાં આવે તો ઘોડા ગાડી રિક્ષા સ્ટેન્ડ APMC સર્કલથી શરૂ થશે અને સાણંદ તાલુકા પંચાયત કચેરી, ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, સાણંદ બસ સ્ટેન્ડ થઇ સાણંદ-નળ સરોવર ચોકડી પાસે આ રોડ શોનું સમાપન કરવામાં આવશે.ત્યાર બાદ તેમનો બીજો રોડ શો કલોકમાં યોજાશે. કલોકની વાત કરવામાં આવે તો જે.પી. ગેટ ખાતેથી અમિત શાહના રોડ શોની શરૂઆત કરશે. જે જે.પી. ગેટ , ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા, ભવાની નગર ચાલી ,ખુની બંગલા તળાવ રોડ થઇ ટાવર ચોક પાસે સમાપન કરવામાં આવશે.આ સાથે સાથે અમદાવાદાની વાત કરવામાં આવે તો બપોરે સાબરમતીના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી અમિત શાહના રોડ શોની શરૂઆત કરવામાં આવેશે. સરદાર પટેલ ચોક, વિજય રામી સર્કલ , શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ, શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, શાંતારામ કોમ્યુનિટી હોલ થઇ ચાંદલોડિયા રોડ પાસે સમાપન કરવાલમાં આવશે. ત્યાર બાદ ઘાટલોડિયામાં સાંજે અમિત શાહના રોડ શો ચાંદલોડિયા રોડ- ઉમિયા હોલ જંક્શન પાસેથી શરૂ થશે અને ત્યાથી ચાંદલોડિયા રોડ, ઉમિયા હોલ જંક્શન, અમૂલ ઔડા ગાર્ડન ચોક, પ્રભાત ચોક , વીર મહારાણા પ્રતાપની પ્રતિમા, ગૌરવ પથ, રન્ના પાર્ક થઇ નિર્ણયનગર પાસે સમાપ્ત થશે.