કચ્છના ખેડૂતો માટે નર્મદાનું પાણી છોડાયું : 5 દિવસમાં કચ્છ પહોંચશે

0
333
કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન કચ્છ નર્મદા કેનાલમાં 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. કચ્છના ખેડૂતોને ખેતી માટે પાણી મળે તે માટે  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ બ્રાન્ચ કેનાલમાં સલીમગઢ થી 300 કયુસેક પાણી છોડવામાં આવ્યું છે જે આગામી પાંચ દિવસ સુધીમાં કચ્છ પહોંચશે.
આગામી દિવસોમાં  ૧૦૦૦ ક્યુસેક પાણી આવવાની શક્યતા
રાજસ્થાન તરફ જતી કેનાલમાં નર્મદાના પાણીનો જથ્થો વધતાં વધારાનું પાણી કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલમાં વહેતું કરાશે. આગામી દિવસોમાં  ૧૦૦૦ ક્યુસેક પાણી આવવાની શક્યતા છે.  નર્મદા કેનાલમાં પાણી મુદ્દે કચ્છના કિસાનોની રજૂઆતના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કચ્છ શાખાની નર્મદા નહેરમાં ફરી એકવખત નર્મદાના નિર વહેતા કરાયા છે