કમલમમાં બાંકડે બેસીને PM એ પરિવારના મોભીની જેમ ચર્ચા કરી

0
298

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની ભાગદોડ વચ્ચે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હળવો અંદાજ સામે આવ્યો. જી હાં, બોટાદમાં જનસભા સંબોધ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નક્કી કાર્યક્રમ અનુસાર રાજભવન પહોંચવાના હતા. પરંતુ રાજભવન પહેલાં અચાનક જ પીએમ ગાંધીનગર કમલમ કાર્યાલયે પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીના અચાનક પ્રવાસથી નેતાઓમાં જરૂર કચવાટ હતો કે આખરે આ પીએમની આ ઓચિંતી મુલાકાતનું કારણ શું હશે. જોકે, પીએમ મોદીએ આ સરપ્રાઈઝ મુલાકાતમાં રાજનીતિના બદલે એક પરિવારના મોભી હોય તેવી રીતે ત્યાં હાજર તમામ કાર્યકરો અને કમલમના કર્મચારીઓ સાથે તેમના પરિવાર અંગે ચર્ચા કરી. આ સિવાય ચૂંટણીની વ્યસ્તતામાં કામના ભારણ અંગે પણ ચર્ચાઓ કરી હતી. લગભગ 40 મિનિટથી પણ વધુ સમય સુધી પ્રધાનમંત્રી કમલમમાં રોકાયા હતા અને બહાર નીકળ્યા ત્યારે પણ હળવા અંદાજમાં દેખાયા હતા.