ગુજરાતમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

0
1019

ચોમાસુ હવે અંતિમ તબક્કમાં છે. ત્યારે ગુજરાતમાં માથે એક લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. જે સક્રિય થઈ રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. તો સાથે જ હવામાન વિભાગે થંડર સ્ટ્રોમની પણ આગાહી કરી છે.

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી 122 ટકા વરસાદ થયો છે. હવે હવામાન વિભાગે ફરી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અનેક પંથકોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. તો હજુ આગામી દિવસોમાં ભારે વરસાદને કારણે પાકમાં વધુ નુકસાન થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા 12 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવોથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં અત્યારે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાનો પવન છે. 12મી સપ્ટેમ્બરે સુરત, નર્મદા, વલસાડ, નવસારી, દમણ-દાદરા-નગર હવેલી, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડી શકે છે. જ્યારે 13મી સપ્ટેમ્બરે ખેડા, દદાહોદ, પંચમહાલ, અમદાવાદ, આણંદ, હબોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. તો 14મી સપ્ટેમ્બરે ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, વલસાડ, નવસારી સહિતના વિસ્તારમાં 40 કિ.મી. ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here