રાજ્યમાં આજ સવાર બાદ કોરોનાના નવા 135 કેસ નોંધાયા છે અને 8 દર્દીના મોત થયા છે. જ્યારે 35ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દી 2407 થઈ ગયા છે અને મૃત્યુઆંક 103એ પહોંચ્યો છે. જ્યારે 179 દર્દી સાજા થયા છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકે વિદ્યાર્થીઓની માર્કશીટ અને એલ.સી. બનાવવા બાબતે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં ધોરણ 8માંથી 9માં પ્રવેશતા વિદ્યાર્થીઓના એલ.સી. પર રિમાર્કમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવા અંગે જણાવાયું છે. તેમજ વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન લેવાયેલી પરીક્ષાના કુલ 160 માર્કના આધારે પ્રમોશનનો ઉલ્લેખ થશે. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં નવા 94 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2272 થઇ છે. જેમાંથી 2020 લોકોની સ્થિતિ સ્ટેબલ છે અને 13 દર્દી વેન્ટિલેટર પર છે. નવા કેસોમાં અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોઁધાયો છે. રાજ્યમાં આજે પાંચ નવા મોત સાથે કુલ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે. પાંચ દર્દીઓને ડિસ્ટાર્જ કરવામાં આવ્યા છે આ સાથે રાજ્યમાં કુલ 144 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.
ધાર્મિક તહેવારોમાં ઘરમાં જ લોકો પૂજા અને બંદગી કરેઃ રાજ્ય પોલીસ વડા
લોકડાઉનના 30 દિવસ એટલે કે 25 માર્ચથી 22 એપ્રિલ સુધીમાં રાજ્યમાં વિવિધ પ્રકારના ગુનાનો ભંગ લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આ 30 દિવસમાં જાહેરનામાનો ભંગ, ક્વૉરન્ટીન ભંગ, અન્ય ગુનાઓ, ડ્રોન અને સીસીટીવ સર્વેલન્સથી નોંધાયેલા ગુના અને કર્ફ્યૂભંગના ગુના સહિત કુલ 88007 જેટલા ગુના નોંધાયા છે. જેમાં 1,45,902 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ 50944, ક્વૉરન્ટીનનો ભંગ કરવા બદલ 18492, ઉપરાંત અન્ય 7507 જેટલા ગુના નોંધાયા છે. તેમજ ડ્રોન સર્વેલન્સથી 7724 અને સીસીટીવી સર્વેલન્સથી 1372, સોશિયલ મીડિયા અફવા ફેલાવવા બદલ 474 જેટલા ગુના નોંધાયા છે. ત્રણ શહેરો અમદાવાદ, રાજકોટ અને સુરતમાં કર્ફ્યૂ ભંગના કુલ 1494 ગુના અત્યારસુધી નોંધાયા છે.






