ગુજરાતમાં ગેરકાયદે રહેતા 45 પાકિસ્તાની હિન્દુ નાગરિકો મોરબી પહોંચ્યા

0
201

પાકિસ્તાનથી હરિદ્વારના વિઝા મેળવીને આવેલા જુદા જુદા પરિવારના કુલ મળીને 45 જેટલા લોકો હાલમાં મોરબી પહોંચ્યા છે અને તે લોકો હવે ભારતમાં જ રહેવા ઈચ્છતા હોય ભારત સરકાર પાસે અહીંયા રહેવા માટે તેને સહયોગ આપવા માટેની અપીલ કરી રહ્યા છે, કારણ કે પાકિસ્તાનમાં મોંઘવારી દિવસેને દિવસે વધી રહી હોવાથી ત્યાં ગરીબ પરિવારો જીવી શકે તેમ નથી. તેવું હાલમાં તે પરિવાર સાથે આવેલા લોકો જણાવી રહ્યા છે. પાકિસ્તાનથી ઘણા બધા પરિવારો છેલ્લા વર્ષોમાં ભારતમાં વસવાટ કરવા માટે તેને આવી ગયા છે અને હજુ પણ દિવસેને દિવસે પાકિસ્તાન છોડીને લોકો ભારતમાં આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. આટલું જ નહીં પરંતુ થોડા સમય પહેલા જે ગદર ટુ ફિલ્મ સની દેવલની આવી તેમાં પણ એક ડાયલોગ આવે છે કે જો પાકિસ્તાનના લોકોને ભારતમાં રહેવાની છૂટ આપવામાં આવે તો મોટાભાગના લોકો પાકિસ્તાન છોડીને ચાલ્યા જાય તેમ છે. તેવી જ રીતે પાકિસ્તાનના મીરપુર ખાસ ગામના રહેવાસીઓ ભારતમાં હરદ્વાર ખાતે દર્શન કરવા માટે થઈને વિઝા લઈને આવ્યા હતા અને તમામ હિન્દુ પરિવારના બાળકો મહિલાઓ સહિતના કુલ મળીને 45 લોકો હરદ્વારમાં દર્શન કર્યા બાદ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં પ્રથમ રહેવા લાગ્યા હતા. જોકે ત્યારબાદ તે લોકો ગત રાત્રે મોરબી જિલ્લામાં પહોંચ્યા છે અને મોરબી જિલ્લા કલેક્ટર કચેરીની પાછળના ભાગમાં આવેલ કોળી સમાજની વાડી ખાતે હાલમાં કોળી સમાજના આગેવાનો દ્વારા તે લોકોને રહેવાને જમવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.