પાલનપુર નેશનલ-હાઇવે પર થતાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે મોટા પાયે બ્રિજના નિર્માણ થઈ રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. આ અંગે હજી મળતી માહિતી અનુસાર, પાલનપુરમાં RTO સર્કલ પાસે બ્રિજનો સ્લેબ તૂટ્યો છે.આ દરમિયાન બ્રિજના 5 સ્લેબ તૂટી પડ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ સ્લેબ નીચે રીક્ષા દબાઈ હોવાની શક્યતા સામે આવી છે. તેમજ આ અંગે ક્લેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી કે, પુલ કયા કારણસર ધરાશાયી થયો તેની તપાસ ચાલુ છે. નોંધનીય બાબત છે કે, જાન્યુઆરીમાં બ્રિજનું લોકાર્પણ થવાનું હતું. તે પહેલા જ બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે.બનાસકાંઠા જિલ્લામાં આવેલ રેલવે ઓવરબ્રિજ બનાવવાની શરૂઆત છે તે ચાલી રહી છે તે વચ્ચે જ પાલનપુર આરટીઓ સર્કલ નજીક અંબાજી તરફ જવાના માર્ગ ઉપર છેલ્લા દોઢેક વર્ષના સમયગાળાથી બ્રિજ નું નવ નિર્માણ કામ હતું તે ચાલી રહ્યું હતું જોકે આજે બપોરના સુમારે અચાનક જ તે બ્રિજનો સ્લેપ ધારાસાયી થવાની સાથે જ નીચે રીક્ષા ચાલક દટાયા હતા જોકે આ ઘટનાની જાણ તાત્કાલિક વહીવટી તંત્રને થતા જિલ્લા કલેકટર વરૂણ બરણવાલ, જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, સહિત 108 તેમજ આરોગ્યની ટિમ કામે લાગી હતી. જોકે ત્યારબાદ ચાર જેટલી ક્રેનની મદદથી નીચે દતાયેલ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ તો બંને યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જેને લઇ પરિવારોમા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે..બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર આરટીઓ ચેકપોસ્ટ નજીક નવીન બની રહેલો બ્રિજના સ્લેબ ધરાશાયી થયો છે. જેમાં ચેકપોસ્ટથી આરટીઓ કચેરી તરફ માર્ગ પર નવીન બની રહેલા બ્રિજના સ્લેબ થયા ધરાશાયી થયા હોવાની વિગતો સામે આવી છે. RCC સ્લેબ જમીનદોસ્ત થતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.