ગુજરાતમાં અમદાવાદ માં સરસંઘચાલક મોહન ભાગવતે ગઈ કાલે જાહેર સભામાં કહ્યું હતું કે ‘દુનિયામાં દેશની પ્રતિષ્ઠા વધી છે, એનું વજન વધી રહ્યું છે. દેશની જનતામાં દેશભક્તિનો સંચાર ફરીથી થઈ રહ્યો છે અને ફળસ્વરૂપ G20નું નેતૃત્વ કરવાનો અવસર પણ આ વખતે દેશને મળ્યો, ગૌરવ પણ વધી રહ્યું છે; પરંતુ સંકટ પણ છે. પશ્ચિમ અને ઉત્તર સીમા આપણે નિશ્ચિંતતાથી સૂઈ શકીએ એટલી સુરિક્ષત નથી. આપણા સૈનિકોને જાગવું જ પડે છે, આપણે પણ જાગવું પડે છે.’
અમદાવાદમાં ગઈ કાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સમાજશક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોહન ભાગવતે કહ્યું હતું કે ‘સમાજ પણ આજે સંઘને આસ્થાની નજરથી જોઈ રહ્યો છે અને ઇચ્છે છે કે સંઘ કંઈક કરે. સમાજ બળવાન હોવો જોઈએ. કોઈ એક વ્યક્તિ, એક પાર્ટી, એક તત્ત્વજ્ઞાન, એક નારા, એક મહાપુરુષ દેશને મોટો નથી કરી શકતાં. હું ભારતને પહેલાં રાખીશ. એના હિતની વાત મારા હિતની વાત હશે.’
This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Cookie settingsACCEPT Privacy & Cookies Policy