ભારત પ્રવાસ પર આવી રહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તમિલનાડુમાં કોયંબતૂર જિલ્લાના પોલ્લાચીના 90 વર્ષીય દરજી વી એસ વિશ્વનાથન દ્વારા સિવેલી ખાદીનો સફેદ ઝભ્ભો ભેટ કરવામાં આવશે. વિશ્વનાથના પરિવારના સભ્યોનું કહેવું છે કે તેમણે ટ્રમ્પને ઘણી વખત ટીવીમાં અને તસવીરોમાં જોયા ત્યારબાદ તેમને ટ્રમ્પને ઝભ્ભો ભેટ કરવાનો વિચાર આવ્યો હતો.
વિશ્વનાથને વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની આ ભેટનો જરૂરથી સ્વીકાર કરશે. પરિવારના સભ્યોનું કહેવું છે કે ઝભ્ભાને દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય ખાતે મોકલી દેવામાં આવ્યો છે. વિશ્વનાથનના પરિવારે કહ્યું કે આ અગાઉ અનેક નેતાઓને તેઓ ઝભ્ભા ભેટ કરી ચૂક્યા છે.
90 વર્ષીય વિશ્વનાથન એક સમયે દરજીની દુકાન ચલાવી રહ્યા હતા. પરંતુ હવે ઉંમરના કારણે તેઓ દુકાન પર જઈ શકતા નથી. તેથી તેઓ હાલમાં નવા દરજીઓને મફતમાં સિલાઈકામનું શિક્ષણ આપી રહ્યા છે.
#donaldtrumplive