ટ્રાફિકના નવા નિયમોમાંથી છૂટ : 15 ઓક્ટો.થી અમલી થશે 

0
1120

નવા ટ્રાફિકના નિયમોને લઇને થયેલા હોબાળો અને ભારે વિરોધ વંટોળ બાદ આરસી ફળદૂએ અમદાવાદીઓ સહિત રાજ્યમાં નવા ટ્રાફિક નિયમોમાંથી છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે આખા દેશમાં નવો નિયમ બહાર પાડ્યા બાદ અમુક ભાજપ શાસિત રાજ્યોએ તેમાં છૂટછાટ આપી છે.

ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને હેલમેટ ખરીદવામાં અને પીયુસી કાઢવામાં પડતી અગવડતાની ફરિયાદો સરકારને મળ્યા બાદ આ અંગે ચર્ચા-વિચારણા કરીને આ નિર્ણય કરાયો છે.

ગુજરાતમાં પણ નવા ટ્રાફિક વ્હીકલ એક્ટને લઇને ભારે વિરોધ જોવા મળ્યો હતો. જેના કારણે આજે વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદૂએ આજે એક પત્રકાર પરિષદ કરીને ગુજરાતવાસીઓને રાહતના સમાચાર આપ્યા હતા. નવા મોટર વ્હિકલ એક્ટને લઇને બીજા 15 દિવસ (15 ઓક્ટોબર) સુધી મુદ્દત લંબાવાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here