પ્રદૂષણમાં હવે અમદાવાદ દિલ્હીની હરિફાઈમાં

0
1531

શિયાળાની શરૂઆત થાય એ પહેલાં જ છેલ્લા બે દિવસથી વહેલી સવારે અમદાવાદમાં પ્રદુષણને કારણે ધુમ્મસના ગોટા જોવા મળે છે. એ જોઈને કહેવાનું મન થાય કે પ્રદુષણ મામલે અમદાવાદ પણ હવે દિલ્હીના નકશેકદમ ઉપર ચાલી રહ્યું છે.અર્થાત્ અમદાવાદ હવે દિલ્હી સાથે પ્રદૂષણમાં હરિફાઈ શરૂ કરી છે. પિરાણામાં તો ખરેખર એટલું પ્રદુષણ ફેલાઈ રહ્યું છે કે આવનારા સમયમાં તંત્ર માટે આ પ્રદુષણ એક મોટી સમસ્યા બની ને ઉભું રહેશે. આ ઉપરાંત અમદાવાદના વાતાવરણની હવા પણ ધીમે ધીમે ઝેરી બની રહી છે.

અમદાવાદ શહેરમાં વાયુ પ્રદુષણની મોનિટરીંગ સિસ્ટમ લગાડવામાં આવી છે, જેમાં શહેરના વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે.દિલ્હી શહેર બાદ અમદાવાદની હવા પણ ઝેરી બની છે.અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા લગાડવામાં આવેલી ઍર ક્વૉલિટી મોનિટરીંગ સિસ્ટમમાં મપાયેલી હવા પ્રદૂષિત છે. શહેરમાં હવામાન વિભાગ અને મનપાએ 12 જેટલી ઍર ક્વૉલિટી મોનિટરીંગ સિસ્ટમ મૂકી છે જેમાં છેલ્લા બે દિવસથી વાયુ પ્રદૂષણનો ઇન્ડેક્સ વધારે જોવા મળી રહ્યો છે. હવામાં પીએમ 2.5 રજકણોની માત્રા વધીને 365 પહોંચી, અમદાવાદમાં પિરાણામાં સૌથી વધુ હવા પ્રદુષિત બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here