ભારતના ચીઝ માર્કેટમાં ૭૦ ટકા માર્કેટ શેર સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે

0
369

ગુજરાતમાં ૨૪ સહકારી ડેરીઓ દ્વારા અત્યારે દૈનિક ૨૫૦ લાખ લિટર દૂધ પ્રોસેસ કરવામાં આવે છે. તેમાંથી ૫મા ભાગનું દૂધ પ્રવાહી તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે બાકીના દુધનો ઉપયોગ પાવડર, બટર, પનીર, ચોકલેટ સહિતના ઉત્પાદો બનાવવામાં થાય છે.

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૮ જુલાઈના રોજ ગુરૂવારે સાબર ડેરીના ૩ નવા પ્લાન્ટનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કર્યું હતું, જે ગુજરાતના પશુપાલકોની આવક વધારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.  તેનાથી સાબરકાંઠાના પશુપાલકોને વાર્ષિક રૂ. ૭00 કરોડની આવક થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે નવતર અભિગમ અને નીતિઓ સાથે કામગીરી કરી રહી છે.

૫ એકર વિસ્તારમાં ૬00 કરોડના રોકાણથી આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના જણાવ્યા અનુસાર ચીઝની માંગ 15%ના દરથી વધી રહી છે તેથી આ પ્લાન્ટ સ્થાપિત થવાથી ૨૦૨૩-૨૪ના ગાળામાં માંગને પહોંચી વળવામાં સહાયતા થશે. અહીં શેડર, મોઝરેલા અને પ્રોસેસ્ડ ચીઝનું નિર્માણ કરવામા આવશે. ૨૦૨૪ સુધીમાં આ પ્લાન્ટ નિર્માણ પૂર્ણ કરવામા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here