રાજકોટ-ગોંડલમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ…..

0
43

ગુજરાતના વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સમગ્ર રાજકોટ જિલ્લામાં આ ચોમાસાના પ્રારંભિક વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ વીજળીના કડાકા અને વીજળી ગુલ થવાથી થોડી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડ્યો છે. ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકાને કારણે રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, જેનાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાજળીના ભયાનક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે વરસાદની તીવ્રતા કેટલી હતી.અમરેલી, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, સેલવાસ અને બનાસકાંઠાના અંબાજી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. અમરેલીના ધારી અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી,,ખાંભાના લાસા, ધાવડિયા અને ભાણિયા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો.