રાજ્યમાં કોરાનાના 8,543 દર્દી નોંધાયા, 513ના મૃત્યુ

0
745

10મેની સાંજથી 11મેની સાંજ સુધીમાં કોરોનાના 347 નવા કેસ નોંધાયા છે અને 20 દર્દીના મોત થયા છે તેમજ 235 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં 8,543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 513 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 2780 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.

દેશમાં લોકડાઉન અને કોરાનાની પ્રવર્તમાન સ્થિતિ સંદર્ભે આજે વડાપ્રધાન મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વિડિયો કોન્ફરન્સ દ્વારા બપોર 3 વાગ્યાથી બેઠક યોજી છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન સાથે ગુજરાતમાં કોવિડ-19ની સંક્રમણ સ્થિતિ, રાજ્ય સરકારે લીધેલા પગલાં ઊદ્યોગો-વેપાર-દુકાનો વગેરે ખોલવા –શરૂ કરવા માટે રાજ્ય સરકારની કામગીરી અને ભાવિ રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here