રાજ્યમાં કોરોનાના કુલ પોઝિટિવ દર્દી 14468 નોંધાયા

0
725

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 405 નવા પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓના મોત નીપજ્યાં છે. 224 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતીના આધારે રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા 14468 થઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 888 અને અત્યારસુધીમાં 6636 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા 405 કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 310, સુરતમાં 31, વડોદરામાં 18, સાબરકાંઠામાં 12, મહીસાગરમાં 7, ગાંધીનગરમાં 4, પંચમહાલ અને નર્મદામાં 3-3, ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2-2, રાજકોટ, મહેસાણા, બોટાદ અને ખેડામાં 1-1, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદર અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 186361 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14468 પોઝિટિવ અને 171893 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here