શિક્ષકોની બદલી અને ભરતીને લઈને મોટા સમાચાર…..

0
377

રાજ્યની પ્રાથમિક શાળાના  શિક્ષકોની બદલીના નવા ઘડાયેલા નિયમોને લઈને હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો છે. શિક્ષકોની અટકી પડેલી બદલી અને શિક્ષકોની નવી ભરતીને લઈ નિવેડો લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મથામણ શરૂ થઈ.ગુજરાતના શિક્ષકો માટે નિયમો બદલાય તેવી પૂરી સંભાવના છે. શિક્ષકોની બદલી અને ભરતીના નિવેડા માટે રાજ્ય સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે. જેને પગલે  શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થવાની શક્યતા છે. 1 લી માર્ચે બીજી બેઠક મળશે. ગત શુક્રવારે મળેલી પ્રથમ બેઠકમાં સૂચનો લાવવાનું હોમવર્ક અપાયું હતું. સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે, જેમાં સભ્યોની કમિટીમાં શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ, ઉપસચિવ, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક (ભરતી), 7 DEO-DPEO અને 4 TPEOનો સમાવેશ કરવામાં આવ્યો છે. જુદી જુદી જોગવાઈઓમાં 250 થી વધારે પિટીશન હાઈકોર્ટમાં કરાઈ છે. જેમાંથી હાલમાં 117 જેટલી પીટિશન પેન્ડિંગ છે. જેને લઈને સરકારે શિક્ષકોની જિલ્લા આંતરિક બદલી કેમ્પ મોકૂફ રાખવા પડ્યા હતા. સૌથી મોટી સમસ્યા શિક્ષકોની નોકરીમાં બદલીના કેમ્પોને લઈને છે. શિક્ષકો બદલીના નિયમોને લઈને હવે કડક બન્યા છે. એવા પણ આક્ષેપો છે કે સરકારમાંથી મામકાંઓને બદલી આપી દેવાય છે જેવે પગલે વર્ષોથી રાહ જોતા શિક્ષકોની બદલી થઈ રહી નથી.