સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવર બ્રિજનું કરાશે લોકાર્પણ…..

0
193

જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવર બ્રિજનું લોકાર્પણ કરાશે. જેમાં મુખ્યમંત્રીના પટના પ્રવાસને લઈ કાર્યક્રમ મોકુફ રખાયો છે. સવા ત્રણસો કરોડના ખર્ચે તૈયાર થયેલ ઓવર બ્રિજ ખુલ્લો મુકાશે. ત્યારે તૈયાર થયેલ ઓવર બ્રિજના અતિ સુંદર આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં મહદઅંશે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થશે.જામનગર શહેર સૌરાષ્ટ્રના પેરિસ તરીકેની ઓળખ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના સૌથી લાંબા 239 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ફ્લાય ઓવર બ્રિઝને આખરે તૈયાર કરી લેવાયો છે, અને તેનું આગામી તારીખે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેથી તંત્ર દ્વારા આ અંગે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.ફલાય ઓવર બ્રિજ કે જેની ક્ષમતાની ચકાસણી માટે ઓવરલોડ ટેસ્ટિંગ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે, સાથે સાથે ભવ્ય લાઇટિંગ પણ ગોઠવી દેવામાં આવી છે. આ બ્રિજ સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા સર્કલ, અંબર સર્કલ અને નાગનાથ સર્કલ (સ્મશાન ચોકડી) ને સુભાષ બ્રિજ સાથે જોડે છે. આ બ્રિજની જાહેરાત વર્ષ 2020 માં કરવામાં આવી હતી. 2.29 કરોડના ખર્ચે બનેલો, 3,450 મીટર લાંબો આ ફ્લાયઓવર આ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા સૌથી મહત્ત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટ્સ પૈકી એક છે.