‘સ્ક્રૂ ઢીલા’માં દિલધડક ઍક્શન કરતો જોવા મળશે ટાઇગર શ્રોફ

0
379

ટાઇગર શ્રોફની ‘સ્ક્રૂ ઢીલા’નો ઇન્ટ્રોડક્શન વિડિયો હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે. એ ૩ મિનિટના વિડિયોમાં ટાઇગર દિલધડક ઍક્શન કરતો દેખાઈ રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે ​રશ્મિકા મંદાનાએ હાજરી આપી હતી. શશાંક ખૈતાન એને ડિરેક્ટ કરી રહ્યો છે. કરણ જોહર, હિરુ યશ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખૈતાને સાથે મળીને પ્રોડ્યુસ પણ કરી છે. એ વિડિયોને કરણ જોહરે શૅર કર્યો છે. એમાં દેખાડવામાં આવે છે કે એક વ્યક્તિ તેને મારે છે તો ટાઇગર કહે છે કે હું પીટી ટીચર અ​ખિલેશ મિશ્રા છું. તમને કોઈ ગેરસમજ થઈ છે. જોકે એ દરમ્યાન એક યુવતીનો વિડિયો તેને દેખાડવામાં આવે છે, એમાં તે તેને જૉની કહીને બોલાવે છે. બસ, પછી તો ટાઇગર અચાનક સનકી બની જાય છે અને તે ખૂબ ફાઇટિંગ કરે છે. આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘એન્ટરટેઇનમેન્ટનો સૉલિડ પંચ લઈને આવ્યા છીએ. ટાઇગર શ્રોફને ‘સ્ક્રૂ ઢીલા’માં પ્રેઝન્ટ કરવા માટે એક્સાઇટેડ છું. ઍક્શનની આ નવી દુનિયાને શશાંક ખૈતાને ડિરેક્ટ કરી છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here