હિમાએ દોડમાં રચ્યો ઇતિહાસ, ગૉલ્ડ જીતીને મિલ્ખા સિંહ અને પીટી ઉષાનો તોડ્યો રેકોર્ડ

ભારતને આઇએએએફ ટ્રેક સ્પર્ધામાં ગૉલ્ડ મેડલ મળ્યું છે. ભારતની હિમા દાસે ગુરુવારે ફિનલેન્ડના ટેમ્પેરેમાં ચાલી રહેલી આઇએએફ વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપની મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચી દીધો છે.હિમા દાસના આ કારનામાએ ભારતને એ ભૂખને પણ શાંત કરી દીધી જે ભારતના લેજેન્ડ મિલ્ખા સિંહ અને પીટી ઉષા પર ન હતાં કરી શક્યાં.