20 વર્ષ જૂના શિવમ ફ્લેટના સી બ્લોકના 23 અને 24 નંબરની બે ઈમારતો ધરાશાયી

શહેરના ઓઢવમાં ગુરુદ્વારા પાસેના 20 વર્ષ જૂના ઈન્દિરા સરકારી ગરીબ આવાસ યોજના અંતર્ગત બનાવાયેલા શિવમ ફ્લેટના સી બ્લોકના 23 અને 24 નંબરની બે ઈમારતો રવિવારે સાંજે ધરાશાયી થતાં દસથી બાર લોકો દટાયા હતા. 6 કલાકના રેસ્કયૂના અંતે કાઢવામાં આવેલા 5 લોકોને ઈજા થઈ છે જ્યારે 1નું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. રાત્રે કાટમાળમાં ફસાયેલાઓને કાઢવા ફાયરના 80 જવાનો અને એનડીઆરએફની પાંચ ટીમો કામે લાગી હતી. સાથે જ સ્નિફર ડોગ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ઈમારતોમાં રહેતા પરિવારને પૂછીને કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.