રૂપિયાએ ઘટાડાનો તમામ રેકોર્ડ તોડી દીધો

રૂપિયાએ ઘટાડાનો તમામ રેકોર્ડ તોડી દીધો છે. મંગળવારે રૂપિયો ખૂલતા જ ડોલરની સામે 70ના સ્તરે પહોંચી ગયો. રૂપિયો પહેલીવાર 70ના સ્તરે પહોંચ્યો છે. આ વર્ષે રૂપિયામાં 10%નો ઘટાડો આવી ચૂક્યો છે. રૂપિયા તૂટીને 70.07 પર પહોંચી ગયો. આજે રૂપિયો 11 પૈસા ઉપર ખૂલ્યો. સોમવારે રૂપિયો પોતાના સૌથી નીચા સ્તર 69.93 પર પહોંચી ગયો હતો.