હોંડુરાસ, અલ સલ્વાડોર અને ગ્વાટેમાલાથી હજારો લોકો અમેરિકા તરફ 

રોજગારી અને સારા જીવનની તપાસમાં લેટિન અમેરિકાના દેશ હોંડુરાસ, ગ્વાટેમાલા અને અલ સલ્વાડોરથી અંદાજે 10 હજાર લોકો અમેરિકા તરફ આગળ વધી રહ્યા છે. તેમને રોકવા માટે અમેરિકા-મેક્સિકો બોર્ડર પર 15 હજાર સૈનિકો તહેનાત છે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું છે કે, જો ભીડ પથ્થરમારો કરે તો તેમના પર ગોળી ચલાવતા સહેજ પણ ખચકાતા નહીં.