સત્તાપલટા બાદ રાષ્ટ્રપતિ સિરીસેનાએ સંસદને ભંગ કરી

શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેએ શુક્રવારે સચિવાલયમાં નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ રાનિલ વિક્રમસિંઘેને હટાવીને પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દા રાજપક્ષેને નવા વડાપ્રધાન બનાવ્યાં છે. જો કે રાનિલ વિક્રમસિંઘેનું કહેવું છે કે તેઓ હજુ પણ શ્રીલંકાના વડાપ્રધાન પદે છે. તો બીજી તરફ આ રાજકીય સંકટ વચ્ચે રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ સંસદ સસ્પેન્ડ કરી દીધી છે.