TDPએ રજૂ કર્યો અવિશ્વાસ પ્રસ્તાવ, BJDનું વોક આઉટ

ચોમાસું સત્રના ત્રીજા દિવસે જ નરેન્દ્ર મોદી સરકારે તેમના કાર્યકાળમાં પહેલાં અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. લોકસભામાં રજૂ થનારો અવિશ્વાસ પ્રસ્તાવ સરકારની ઓછી અને વિપક્ષની પરીક્ષા વધુ લાગી રહી છે. કારણકે સરકાર પાસે પૂરતું સંખ્યા બળ જોવા મળી રહ્યું છે. હાલ માત્ર જોવાનું એ છે કે, વિપક્ષ સરકાર સામે કેટલી મજબૂતાઈથી ટકી રહે છે. જોકે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ શરૂ થાય તે પહેલાં શિવસેનાએ તેમનું વલણ સ્પષ્ટ કરીને દીધું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે, તેમના સંસદો સંસદમાં હાજર રહેશે નહીં.