ટ્રાફિક ધરાવતા 10 ભરચક વિસ્તારોમાં પોલીસના સંયુક્ત ઉપક્રમે મેગા ટ્રાફિક ઝુંબેશ

શહેરના હેવી ટ્રાફિક ધરાવતા 10 ભરચક વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઉપક્રમે મેગા ટ્રાફિક ઝુંબેશની શરૂઆત થઈ છે. જેમાં 3 ડિસીપી, 6 એ.સી.પી. અને 10 પી.આઇ સહિતની 200 પોલીસ કર્મીઓની ટીમે ભરચક વિસ્તારોમાં જઇ દબાણો હટાવે છે અને ટ્રાફિક નિયમન કરે છે. હાલમાં રખિયાલ ચાર રસ્તા પર પોલીસની ટીમ કામ કરી રહી છે. રસ્તાઓ પર રહેલા દબાણો હટાવવાની શરૂઆત કરી છે અે સાથે ટ્રાફિક નિયમ ભંગ કરનારને સ્થળ પર જ મેમો આપી દંડ ભરાવાઇ છે.