મુંબઇના પરેલ વિસ્તારની 18 માળની બિલ્ડીંગમાં આગ લાગી

પરેલ વિસ્તારમાં હિંદમાતા સિનેમા પાસે આવેલા ક્રિસ્ટલ ટાવરમાં આજે વહેલી સવારે આગ લાગી છે. ફાયર બ્રિગેડની 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આ ઘટનામાં શ્વાસ રૂંધાવાના કારણે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક વૃદ્ધ મહિલા અને એક પુરુષ છે. ઘાયલ 16 લોકોને કેઈએમ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.