વાંકી વળુ તો મારી કેડ વળી જાય...’ગીત પર સાતમાં નોરતે નમણી નાર ગરબે ઘુમી

નવરાત્રિ પૂરી થવામાં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ક્લબ અને પાર્ટી-પ્લોટમાં ખેલૈયા છેલ્લા દિવસોનો આનંદ મન મૂકીને લૂટી લેવા માંગતા હોય એવો જ કંઇક માહોલ સાતમા નોરતે જોવા મળ્યો હતો. ખેલૈયાઓ સમયસર વહેલા ગરબા ગ્રાઉન્ડ પર પહોંચી ગયા હતા, જેથી ગરબાનો પૂરે-પૂરો આનંદ લઇ શકાય.