સમલૈંગિકતા હવે અપરાધ નહીં : સુપ્રીમ કોર્ટે

સુપ્રીમ કોર્ટે સંમતિથી બંધાયેલા સમલૈંગિક યૌનસંબંધોને ગુનાની શ્રેણીમાં મૂકતી આઇપીસીની કલમ 377ની માન્યતાને પડકારતી અરજીઓ પર આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સમલૈંગિકતા હવે અપરાધ નથી. ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન નરીમન, જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની બંધારણીય બેંચે આ ચુકાદો આપ્યો છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે મામલાની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, તેઓ તપાસ કરશે કે શું જીવવાના મૌલિક અધિકારમાં 'યૌમ આઝાદીનો અધિકાર' સામેલ છે કે નહીં. ઉલ્લેખનીય છે કે 17 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટે 4 દિવસની સુનાવણી પછી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.