શહેરમાં વાઇબ્રન્ટ સમિટ 2019 લખેલા બેરીકેડ વિવિધ માર્ગ પર મુકવામાં આવશે.

શહેરમાં 100 વાઇબ્રન્ટ સમિટ 2019 લખેલા, રેડિયમ કલર સાથે ડિઝાઇન કરેલા બેરીકેડ વિવિધ માર્ગ પર મુકવામાં આવશે. તેના માટે ઇન્ડેક્ષ્ટ બી દ્વારા ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા દર બે વર્ષે વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવે છે અને 2011થી સમિટનું આયોજન શહેરમાં મહાત્મા મંદિર પરિસરમાં કરાય છે. આ સંબંધે વાઇબ્રન્ટના બ્રાન્ડિંગ માટે અનેકવિધ નુશખા અજમાવવામાં આવી રહ્યાં છે. સમિટ દરમિયાન દેશ અને વિદેશના મહાનુભાવો ગાંધીનગર આવતાં હોવાથી તેમની નજર એવી ચીજો ઉપર પડશે.