સાનિયા મિર્ઝાએ આપ્યો પુત્રને જન્મ

પાકિસ્તાનના ક્રિકેટર શોએબ માલિક અને ટેનિસ ટેનિસ સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝાના ઘરે મોટી ખુશી આવી છે. સાનિયા મિર્ઝાએ પુત્રને જન્મ આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સાનિયા મિર્ઝાના લગ્ન વર્ષ ૨૦૧૦માં શોએબ માલિક સાથે થયા હતા.શોએબ મલિકે ટ્વિટ કરતા જણાવ્યું હતુ કે, “હું ખૂબ ઉત્સાહિત છું, પુત્ર થયો છે અને મારી ગર્લ (સાનિયા મિર્ઝા) બિલકુલ યોગ્ય છે અને હંમેશાની જેમ તે મજબૂતી સાથે ઉભી છે. #અલહમદુલ્લાહ. તમારી પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે ધન્યવાદ.