કેન્દ્ર સરકાર: કેરળમાં આવેલી મુશ્કેલી માટે વિદેશોમાંથી મદદ નહીં સ્વીકારે

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હાલની નીતિ અંતર્ગત કેરળમાં આવેલી મુશ્કેલી માટે વિદેશોમાંથી મદદ નહીં સ્વીકારે. જો કે કેરળ સરકાર વિદેશી મદદ ઈચ્છે છે. મુખ્યમંત્રી પી વિજયને કહ્યું કે અમે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરીશું. આ મામલો ત્યારે ઉઠ્યો જ્યારે UAEએ કેરળને 700 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી. આ ઉપરાંત કતાર અને અન્ય દેશો પણ મદદ માટે આગળ આવી રહ્યાં છે.