સબરીમાલા વિવાદ: કોચ્ચિ પહોંચી તૃપ્તી દેસાઈ, એરપોર્ટથી બહાર નથી નીકળવા દેતી પોલીસ

સુપ્રીમ કોર્ટના આદેશ પછી ત્રીજી વખત ખુલી રહેલા સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની વાત સાથે તૃપ્તિ દેસાઈ અને તેની 6 સહયોગીઓને કોચ્ચિ એરપોર્ટમાં કેદ કરી રાખવામાં આવ્યા છે. પોલીસ તેમને અહીંથી બહાર નથી નીકળવા દેતી. કેરળ સરકાર કોર્ટના નિર્ણય સાથે સહમતી બનાવનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ વિપક્ષી રાજી નથી.