મુખ્યમંત્રીએ પ્રજા-મુસાફરોની સહુલિયત માટે 50 વોલ્વો બસ સર્વિસનો પ્રસ્થાન

મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા પ્રજા-મુસાફરોની સહુલિયત માટે સેવામાં મૂકાયેલી 50 વોલ્વો બસ સર્વિસનો પ્રસ્થાન સંકેત આપી ગાંધીનગર એસટી બસસ્ટેન્ડથી કેસરીયો ઝંડો લહેરાવીને અને રીબિન કાપીને પ્રારંભ કરાવ્યો હતો. તેમણે લગ્નપ્રસંગે રાહત દરે ફાળવવાની થતી વિશિષ્ટ બસ સેવાઓ પણ લોકાર્પિત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં આયોજીત આ સમારોહમાં વિજય રૂપાણીએ કહ્યુ કે, રાજ્યના મહત્વપૂર્ણ યાત્રાધામો અને શહેરોને વોલ્વો સેવાથી આગામી દિવસોમાં જોડવાના છે.