જમ્મુ-કાશ્મીર BJPના પ્રદેશ સચિવ અને તેના ભાઈની ગોળી મારી હત્યા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેના ભાઈ અજીત પરિહારની ગોળી મારી હત્યા કરી દીધી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર એક અજાણ્યા હુમલાવરે અનિલ પરિહાર અને તેના ભાઈ પર ફાયરિંગ કર્યું હતું. જેના બાદ તેનુ મોત થયું હતું.