લગ્નેત્તર સંબંધ સાથે જોડાયેલી IPCની કલમ 497ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી

સ્ત્રી અને પુરૂષ વચ્ચે લગ્નેત્તર સંબંધ સાથે જોડાયેલી IPCની કલમ 497ને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવી છે. સુપ્રીમ કોર્ટમાં 5 જજની બેંચે એકમત થઈને ગુરૂવારે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં આ બેંચે કહ્યું કે કોઈપણ રીતે મહિલાની સાથે અસન્માનનો વ્યવયાર ગેરબંધારણીય છે. લોકશાહીની ખૂબી જ હું, તમે અને આપણામાં છે.