વડાપ્રધાન મોદીએ સાંઈ બાબાની વિશેષ પૂજા કરી

શિરડીના સાંઈબાબાએ સમાધિ લીધી તેને આજે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, ત્યારે આ પ્રસંગે શિરડીમાં એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. સૌપ્રથમ વડાપ્રધાન મોદીએ સાંઈ બાબાની વિશેષ પૂજા કરી, આ દરમિયાન તેમની સાથે મહારાષ્ટ્ર દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ ઉપસ્થિત રહ્યાં.