મહાનગરી મુંબઈના રહેણાંક વિસ્તારમાં એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ

મહાનગરી મુંબઈના રહેણાંક વિસ્તાર સર્વોદય નગરમાં ગુરૂવારે બપોરે એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં ચાર લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યાં છે. વિમાનમાં સવાર તમામ ચાર લોકો ઉપરાંત એક રાહદારીનું પણ મોત થયું છે. જણાવવામાં આવે છે કે જે સમયે વિમાન ક્રેશ થયું તે સમયે એક રાહગીર પણ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. પાઈલટ ઉપરાંત વિમાનમાં બે ટેકનિશિયન બેઠાં હતા જેના મોત નિપજ્યાં છે. મૃતકમાં બે મહિલાઓ પણ સામેલ છે. મૃતકોમાં કેપ્ટન પી.એસ.રાજપૂત, કો-પાઈલટ મારિયા જુબૈરી, આસિસ્ટન્ટ એન્જિનિયર સુરભી, એરક્રાફ્ટ ટેકનિશિયન મનીષ પાંડે સામેલ છે.