બાળક જન્મે તો તેમને મૂળભૂત રીતે અમેરિકાનું નાગરિકત્વ મળે છે

ટ્રમ્પે એક્સિઓસ નામની ન્યૂઝ વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું હતું, "દુનિયામાં અમેરિકા જ એકમાત્ર દેશ છે જ્યાં પ્રવાસી નાગરિકોને બાળક જન્મે તો તેમને મૂળભૂત રીતે અમેરિકાનું નાગરિકત્વ મળે છે."ટ્રમ્પે ઉમેર્યું હતું કે આ પ્રથા મૂર્ખામી ભરેલી છે, જે બંધ થવી જોઈએ.જોકે, ટ્રમ્પે કરેલો દાવો ખોટો છે. અમેરિકા સહિત કૅનેડા, મેક્સિકો, બ્રાઝિલ અને આર્જેન્ટિનામાં જો કોઈ બાળક જન્મે તો તે બાળકને ત્યાંનું નાગરિકત્વ મળે છે.