કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી

કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી. વિધાનસભા જતાં અટકાવતાં પથ્થરમારો થયો હતો જેમાં એક પોલીસકર્મીને માથાંના ભાગે વાગતાં લોહીલુહાણ થયો હતો. પથ્થરમારામાં અન્ય કર્મીઓને પણ ઈજાઓ થઈ છે. દરમિયાન કોંગ્રેસના ગુજરાત પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રાજીવ સાતવ સહિત કાર્યકરોની અટકાયત કરાઈ હતી. કોંગ્રેસ વિધાનસભાનો ખેડૂતો અને અન્ય મુદ્દાઓને લઈને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ પર પથ્થરમારો થતાં કેટલાક પોલીસકર્મી ઘાયલ થયાં હતાં. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગી ધારાસભ્યો, ખેડૂતો અને કાર્યકરોએ વિધાનસભા તરફ સત્યાગ્રહ છાવણીથી માર્ચ કરી હતી.