રથયાત્રા પૂર્વે જ ગોમતીપુરમાં બૉમ્બ મળ્યા, બૂટલેગર ગુડ્ડુ અરેસ્ટ

જગન્નાથજીની 141મી રથયાત્રા યોજાઈ રહી છે ત્યારે એકાએક જ ગોમતીપુર વિસ્તારમાંથી બૉમ્બ મળી આવ્યા છે. કુખ્યાત બૂટલેગર શફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરે વિસ્ફોટક સામાન છે એવી માહિતી મળતા તેના ગોમતીપુર ટોલનાકા નજીકના ઘરે રાત્રે 12 વાગ્યે ગોમતીપુર અને રખિયાલ પોલીસે ACP સહિતની ટીમે રેડ કરી હતી. જેમાં 32 બોર (રાઉન્ડ)ની પિસ્તોલ, 5 સુતળી બૉમ્બ, 12 પાઈપ બૉમ્બ, 5 કાચની બોટલ અને 1 લીટર કેરોસીન મળી આવ્યું છે. પોલીસે ગુડ્ડુ નામના શખ્સની ધરપકડ પણ કરી છે.