ગાંધીનગરના ક્રિમ વિસ્તારમાં આર્થિક નબળા વર્ગના પરિવારો માટે 2 આવાસ યોજના

કેન્દ્ર સરકારની યોજના હાઉસિંગ ફોર ઓલ મિશન અંતર્ગત ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા પોશ એરિયા બની ચૂકેલા કુડાસણ અને સરગાસણ વિસ્તારમાં આર્થિક નબળા વર્ગના પરિવારો માટે 2 આવાસ યોજના મુકીને 728 ફ્લેટ બાંધવાનો નિર્ણય કરાયો છે. સરકારી આવાસ યોજના અંતર્ગત રાજ્યમાં પ્રથમવાર બન્ને હાઉસિંગ કોલોનીમાં ગાર્ડન સહિતની કોમન સ્ટ્રીટ લાઇટ સોલર સિસ્ટમથી ચલાવાશે છે. અહીં લિફ્ટની સુવિધા સ્વાભાવિક જ રહેશે. પ્રથમવાર કોમન લાઇટ માટે સોલર સિસ્ટમ .
ઉપરાંત જળ સંચય માટે પરકોલેટિંગ કુવા પણ બનાવાશે. મહિનાના અંત સુધીમાં ઇડબલ્યુએસ-2 કુડાસણ અને ઇડબલ્યુએસ-2 સરગાસણ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાશે. 

ત્યારબાદ 18 મહિનામાં આવાસ બાંધકામની પ્રક્રિયા પુરી કરી દેવાશે. ગુડાના કારોબારી અધિકારી જી સી બ્રહ્મભટ્ટે જણાવ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બન્ને બહુમાળી ફ્લેટ ટાઇપ આવાસ યોજના હાથ પર લેવાઇ છે. તેમાં નગર રચના યોજના નંબર 6, કુડાસણમાં 6 બ્લોકમાં 336 ફ્લેટ બંધાશે અને નગર રચના યોજના નંબર 8, સરગાસણમાં 392 ફ્લેટ માટે 7 બ્લોકનું બાંધકામ કરાશે.