ટ્રમ્પે કિમને 'મારાં મિત્ર' કહીને સંબોધ્યા, વિયેતનામ સાથે 10 પ્લેનની સંધિ પર હસ્તાક્ષર કરશે

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની આજે વિયેતનામની રાજધાની હનોઇમાં બીજી સમિટ યોજાશે. કિમ જોંગ હનોઇ જવા શુક્રવારથી ટ્રેનમાં રવાના થયા હતા. જ્યારે ટ્રમ્પ મંગળવારે સાંજે નિકળ્યા હતા. કિમ જોંગે મંગળવારે હનોઇ પહોંચીને અહીંની નોર્થ કોરિયન એમ્બેસીની મુલાકાત લીધી હતી. આ સમિટ દરમિયાન નોર્થ કોરિયાના પરમાણુ કાર્યક્રમ સંબંધિત ઉલ્લેખનીય પ્રગતિની ચર્ચા થશે. આ અગાઉ બંને નેતા ગત વર્ષે જૂન મહિનામાં સિંગાપોરમાં પ્રથમ સમિટ કરી ચૂક્યા છે. જો કે, પહેલી સમિટ બાદ પરમાણુ કાર્યક્રમને સમાપ્ત કરવા અંગે કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નહતું.ટ્રમ્પે પોતાની વિયેતનામ સમિટની શરૂઆત કિમ જોંગ ઉન સાથેની મુલાકાતને અત્યંત હકારાત્મક ગણાવી છે. ટ્રમ્પે કહ્યું કે, આજે સોશિયલ ડિનર સમયે મારાં મિત્ર અને નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથેની મુલાકાત દરમિયાન સારી ઘટનાઓ બનશે.