બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશરથી ગુજરાત આખું પાણી

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર છત્તિસગઢ અને ઓડિશાસુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાયું છે. જેના પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાં અડધાથી લઈને બે ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. ધીમી ધારે વરસતો વરસાદ ખેડૂતોના ઉભા પાક માટે કાચા સોના સમાન હોવાથી ખુશીની લહેર પ્રસરી ગઈ છે. ગઈકાલ(17 ઓગસ્ટ)રાતથી રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.શહેર માં24 કલાકમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે, તો બીજી તરફ ગુજરાત આખું પાણી પાણી હોવા છતાં રાજકોટમાં પાણીકાપ લાદવામાં આવતાં શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે.