બુધવારે વરસાદી ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી

સમગ્ર ગુજરાતમાં આવતીકાલે એટલે કે બુધવારે વરસાદી ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ ધાર્મિક વિધિનું પણ આયોજન કરીને રાજ્યમાં એક સંસ્થા દ્વારા 1008 જગ્યાએ મહારુદ્ર અભિષેકનું આયોજન કર્યું છે.છેલ્લાં બે દિવસથી શહેરમાં વાદળિયા વાતાવરણ અને ઠંડા પવનોને કારણે ગરમી અને બફારો ઘટ્યા છે. આગામી બેથી ચાર દિવસો દરમિયાન શહેરમાં વરસાદી ઝાપટાથી લઇને હળવા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.