ભાનુશાળી હત્યાઃ ગુજરાત CID ક્રાઇમ અને ATSની ટીમ પહોંચી કચ્છ

ભાનુશાળી હત્યાઃ ગુજરાત CID ક્રાઇમ અને ATSની ટીમ પહોંચી કચ્છ, તપાસનો ધમધમાટ શરૂ,અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં ગોળી મારી ગઈકાલે હત્યા કરાઈ હતી. આજે તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. અબડાસા બેઠકપરના નલીયામાં વેપારીઓએ દુકાન બંધ રાખીને શોક વ્યક્તિ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એફએસએલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેમના મૃતદેહને નરોડા સ્થિત નિવાસસ્થાને લઈ જવાયો હતો. ત્યારબાદ ત્યાંથી તેમની અંતિમયાત્રા નીકળી હતી. તેમાં સામેલ થયેલી તેમની દીકરી ભારે આક્રંદ બાદ બેભાન થતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજે મળનારી રાજ્ય કેબિનેટની બેઠકમાં હત્યાની ચર્ચા થશે