નેવીના બેસ પર એરક્રાફ્ટનું હેંગર પડતા બે જવાનનાં મોત

તિરુવનંતપુરમઃ કોચ્ચિ સ્થિત નેવીના બેસમાં ગુરૂવારે સવારે દુર્ઘટના ઘટતાં બે જવાનનાં મોત નિપજ્યાં છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે એક એરક્રાફ્ટનું હેંગર નેવીના બેસ પર પડ્યું હતું. આ મામલે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યાં છે. અધિકારીઓએ આ ઘટનાની વધુ જાણકારી આપવાનું હાલ પૂરતું ટાળ્યું છે.