પાટનગરના નવા મહિલા મેયરની વરણી થઈ જશે

ગાંધીનગર કોર્પોરેશનમાં પાંચ વર્ષના શાસન પૈકી પ્રથમ અઢી વર્ષની ટર્મમાં સત્તા ભોગવી રહેલાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના નેતાઓની મુદ્દત દિવાળી પહેલાં પૂર્ણ થઈ રહીં છે. મેયર પદ મહિલા માટે અનામત હોવાની હાલ તો મહિલા કોર્પોરેટર્સ વચ્ચે રસાકસી જામી છે. દિવાળી પહેલાં એટલે કે ધનતેરસના દિવસે જ કોર્પોરેશનમાં સામાન્ય સભામાં નવા મેયર, ડેપ્યુટી મેયર સહિતના નેતાઓની પસંદગી કરાશે. ઉલ્લેખનિય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની કુલ 32 બેઠકોમાંથી 17 પર ભાજપ અને 15 પર કોંગ્રેસનો કબ્જો છે. કોર્પોરેશનમાં મેયરની બેઠક રોટેશન મુજબ હોય છે જેમાં મહિલા અનામત હોય ત્યારે જ મહિલાઓને મેયર પદ મળે છે. બાકી જ્યારે સામાન્ય, બક્ષીપંચ,એસસીએસટી કેટેગરી માટે મેયરની બેઠક અનામત હોય તેવા સમયે પુરુષ કાઉન્સિલર્સનું જ પ્રભુત્વ જોવા મળે છે.